NMMS પરીક્ષા જાહેરનામું 2025 ઓનલાઈન એપ્લાય sebexam.org પરીક્ષા અભ્યાસક્રમ, સિલેબ્સ,મેરીટ યાદી
રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતાં તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-૧૨ સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધોરણ-૮ માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ (N.M.M.S) નામની યોજના MHRD, NEW DILHI તરફથી અમલમાં મુકવામાં આવેલ છે. રાજ્ય પરીક્ષા બોર્ડ, ગાંધીનગર દ્વારા લાભાર્થી વિદ્યાર્થીઓની પસંદગી કરવા માટે પરીક્ષા આગામી સમયમાં યોજવામાં આવશે
Gujarat NMMS Scholarship શું છે
રાજ્યમાં નબળી આર્થિક પરિસ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધોરણ-12 સુધી અભ્યાસ કરી શકે અને ડ્રોપ આઉટનો દર ઘટે તે હેતુથી ધોરણ-8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને National Means Cum Merit Scholarship (NMMS) નામની યોજના શિક્ષણ મંત્રાલય દ્વારા અમલમાં મુકવામાં આવેલ છે.
જાહેરનામું
આ સ્કોલરશીપ માટેની પાત્રતા
- વિદ્યાર્થી ગુજરાત રાજ્યનો વતની હોવા જોઈએ.
- જે વિદ્યાર્થી સરકારી પ્રાથમિક શાળાઓ, લોકલ બોડી શાળાઓ, જિલ્લા પંચાયતની શાળાઓ, નગરપાલિકાની શાળાઓ, મહાનગરપાલિકાની શાળાઓ અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓમાં ધોરણ-8 માં અભ્યાસ કરતા હોય, તેવા વિદ્યાર્થીઓને આ સ્કોલરશીપ મળવાપાત્ર રહેશે.
- જનરલ કેટેગરી તથા ઓ.બી.સી કેટેગરીના વિદ્યાર્થીએ ધોરણ-7 માં ઓછામાં ઓછા 55% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવો જોઈએ.
- એસ.સી અને એસ.ટી કેટેગરીના વિદ્યાર્થીએ ધોરણ-7 માં ઓછામાં ઓછા 50% ગુણ કે સમકક્ષ ગ્રેડ મેળવેલ હોવા જોઈએ.
- ખાનગી શાળાઓ, કેન્દ્રીય વિદ્યાલય, જવાહર નવોદય શાળા તથા જે શાળામાં રહેવા, જમવા અને અભ્યાસની સેવા પુરી પાડવામાં આવતી હોય તેવી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ સ્કોલરશીપ માટે ફોર્મ ભરી શકશે નહી.
ડોક્યુમેન્ટ
ઓનલાઈન ભરેલ આવેદન પત્ર સાથે આધાર પુરાવા જોડવાના રહેશે.
- ફી ભર્યાનું ચલણ (માત્ર SEB માટે)
- લાભાર્થી વિદ્યાર્થીનાં કુટુંબની વાર્ષિક આવકનાં દાખલાની પ્રમાણિત નકલ.
- વિધાર્થીની ધોરણ-7 ની માર્કશીટ અથવા તેને સમકક્ષ આધાર.
- વિદ્યાર્થીનાં જાતિ અંગેનાં પ્રમાણપત્રની નકલ ( લાગુ પડે તેના માટે)
- વિદ્યાર્થી જો વિકલાંગ હોઈ તો વિકલાંગતાનું પ્રમાણપત્ર ( લાગુ પડે તેના માટે)
આવક મર્યાદા
વિદ્યાર્થીનાં વાલીની વાર્ષિક આવક 3,50,000/- કરતા વધુ ના હોવી જોઈએ. અને વિદ્યાર્થીએ સક્ષમ અધિકારીનો દાખલો જોડવાનો રહેશે.
Gujarat NMMS Scholarship 2025 મેરીટ ગણતરી
General કેટેગરી અને OBC કેટેગરીના વિદ્યાર્થીઓને બંન્ને વિભાગમાં કુલ મળીને 40% ગુણ મેળવવાના રહેશે તથા SC-ST કેટેગરીના વિદ્યાર્થીઓએ બંન્ને વિભાગમાં કુલ મળીને 32% ગુણ મેળવવાના રહેશે.
ક્વૉલિફાઇંગ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ પૈકી જિલ્લાવાર – કેટેગરીવાર નક્કી થયેલ ક્વૉટા મુજબ મેરીટમાં આવતા વિદ્યાર્થીઓ જ શિષ્યવૃત્તિ માટે પાત્ર ગણવામા આવશે
અગત્યની લિંક
NMMS પરીક્ષા હોલ ટિકિટ ડાઉનલોડ કરો અહીંથી
NMMS પરીક્ષા જાહેરનામું | Click Here |
એપ્લાય ઓનલાઈન | Click Here |
જોડાઓ WTSP ગ્રુપમાં | Click Here |
હોમપેજ | Click Here |
પરીક્ષા માળખું
Nmms પરીક્ષા અગત્યની તારીખો