તમારા આધાર કાર્ડ પર કેટલા સિમ કાર્ડ રજીસ્ટર છે ? આ રીતે તપાસો | તમારું સીમકાર્ડ કોના નામે છે.? | તમારા નામ પર કેટલા સિમ કાર્ડ એક્ટિવ છે, કોઈ ખોટી રીતે ઉપયોગ તો નથી કરી રહ્યું ને, આ રીતે ચેક કરો
સાયબર ક્રાઈમના કેસ દિવસેને દિવસે વધી રહ્યા છે. સ્કેમર્સ અથવા ઠગ્સ પણ સિમ સ્વેપિંગ દ્વારા લોકોને નિશાન બનાવી રહ્યા છે. વાસ્તવમાં, સિમ સ્વેપિંગમાં શું થાય છે કે સ્કેમર્સ તમારી અંગત વિગતોની મદદથી તમારો નંબર તેમના મોબાઇલ પર સક્રિય કરે છે અને પછી તમારા નંબર પર પ્રાપ્ત બધી માહિતીનો ઉપયોગ કરીને, તેઓ તમારું બેંક એકાઉન્ટ ખાલી કરે છે. સ્કેમર્સ સોશિયલ મીડિયા પરથી તમારી અંગત માહિતી એકત્રિત કરે છે અને પછી તેને ટેલિકોમ ઓપરેટરને આપે છે અને તેમના ફોન પર તમારા સિમનો ઍક્સેસ મેળવે છે.
તમારા આઈડી પર કેટલા સીમકાર્ડ ચાલુ છે ટેલિકોમ વિભાગે સીમકાર્ડ યુઝર માટે નવું નોટિફિકેશન જાહેર કર્યું છે જેમાં જણાવવામાં આવ્યું છે કે તમે જે સીમકાર્ડ ઉપયોગ કરો છો તે તમને ખબર છે કે કોના નામે છે? જો તમને ખબર હોય અથવા તમને તમે જાણવા માગતા હો કે મારે આઈડી પર કેટલા સીમ રજીસ્ટ્રેશન કરાયેલ છે તે ચેક કરવું જરૂરી છે જો ચેક નહીં કરો તો મુશ્કેલીમાં મુકાઈ શકો છો હવે તમે ઓનલાઇન જાણી શકો છો કે તમારા આઈડી પર કેટલા સીમકાર્ડ ચાલુ છે અને તમારા નામે બીજા કોણ સીમકાર્ડ વાપરે છે
છેતરપિંડીમાં ફસાઈ ન જાવ તે માટે આ બાબતોનું ધ્યાન રાખો
- કોઈપણ વેબસાઈટ પર તમારી અંગત વિગતો દાખલ કરતા પહેલા, વેબસાઈટ સુરક્ષિત છે કે નહીં તે તપાસો. તેમજ વેબસાઇટ ઓફિશિયલ છે કે નહી.
- સોશિયલ મીડિયા પર તમારી અંગત વિગતો ક્યારેય શેર કરશો નહીં કારણ કે આ ડિજિટલ યુગમાં તેનો દુરુપયોગ થઈ રહ્યો છે.
- જો શક્ય હોય તો, તમારો પ્રાથમિક મોબાઈલ નંબર આપો જે તમારા બેંક ખાતા અને Gmail સાથે લિંક થયેલ હોય તે ઓછામાં ઓછી જગ્યામાં આપો. આજકાલ, સ્કેમર્સ માત્ર મોબાઈલ નંબરથી પણ અનેક પ્રકારની માહિતી મેળવી શકે છે.
- તમારા ડિજિટલ એકાઉન્ટના પાસવર્ડ મજબૂત રાખો અને કોઈપણ સંજોગોમાં તેને કોઈની સાથે શેર કરશો નહીં.
તમારા આધાર કાર્ડ પર કેટલા સિમ એક્ટિવ છે સ્ટેપ બાય સ્ટેપ તપાસો
- સૌપ્રથમ tafcop.dgtelecom.gov.in પોર્ટલ ઓપન કરો.
- અહીં બોક્સમાં મોબાઈલ નંબર અને OTPથી લોગ-ઈન કરો.
- તમારા IDથી એક્ટિવ સિમ કાર્ડના તમામ મોબાઈલ નંબરનું તમને લિસ્ટ જોવા મળશે.
- આ લિસ્ટમાં કોઈ એવો નંબર છે, જે તમારી જાણ બહારનો છે તો એને તમે રિપોર્ટ કરી શકો છો.
- એના માટે નંબર સિલેક્ટ કરી ‘This is not my number’ સિલેક્ટ કરો.
- ઉપરના બોક્સમાં આપેલા IDમાં લખેલું નામ સબમિટ કરો.
- હવે નીચે આપેલા Report બોક્સ પર ક્લિક કરો.
- ફરિયાદ કર્યા બાદ એક ટિકિટ ID રેફરન્સ નંબર પણ મળશે.
સીમકાર્ડ ચેક કરવા મહત્વપુર્ન કડીયો
ID પર કેટલાં સિમ એક્ટિવ છે | અહિં ક્લિક કરો |
હોમપેજ | અહી ક્લિક કરો |
એક આઈડી પર 9 સિમ લઈ શકાય છે
તમને જણાવી દઈએ કે એક આઈડી પર વધુમાં વધુ 9 સિમ ઈશ્યુ કરવામાં આવે છે. તો કેટલાક રાજ્યોમાં મહત્તમ 6 સિમ આપવામાં આવે છે જેમાં આસામ, જમ્મુ કાશ્મીર અને પૂર્વોત્તર રાજ્યોનો સમાવેશ થાય છે.