વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

ધોરણ 6 માં પ્રવેશ માટેની Common Entrence Test (CET) કોમન એન્ટ્રેસ ટેસ્ટ જાહેરાત 2024

 ધોરણ 6 અને 8 માં પ્રવેશ માટેની Common Entrence Test (CET) કોમન એન્ટ્રેસ ટેસ્ટ જાહેરાત 2024|જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના 2024 જ્ઞાન સેતું સ્કોલરશીપ યોજના 2024 | હવે હોસ્ટેલમાં રહેવાની સુવિધા સાથે ધોરણ 6 થી 12 નું શિક્ષણ મળશે વિનામૂલ્યે

રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2023 24 ના શૈક્ષણિક સત્રથી જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કુલ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલમાં ધોરણ છ માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના માટે કોમન એંન્ટ્રન્સ ટેસ્ટ (CET )મેરીટ ના આધારે સ્કોલરશીપ યોજના શરૂ થયેલ છે વર્ષ 2024 25 ના શૈક્ષણિક વર્ષ માટે આ યોજના હેઠળની કોમન એન્ટ્રન્સ ટેસ્ટ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજનાર છે.


સરકારી અને ગ્રાન્ટેડ( સરકારી પંચાયત નગરપાલિકા કે મહાનગરપાલિકા સંચાલિત શાળા ,આદિજાતિ વિકાસ હેઠળની સરકારી કે ગ્રાન્ટેડ શાળા, ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી સંચાલિત શાળા ) શાળાઓમાં ધોરણ 1 થી 5 નો અભ્યાસક્રમ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને જ્ઞાન શક્તિ રેસીડેન્સીયલ સ્કુલ, જ્ઞાન શક્તિ ટ્રાયબલ રેસીડેન્સીયલ સ્કુલ ,રક્ષા શક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલમાં કોમન ઇન્ટરેસ્ટ ટેસ્ટના મેરીટ ના આધારે ધોરણ છ માં પ્રવેશ તેમજ મુખ્યમંત્રી જ્ઞાનસેતુ મેરીટ સ્કોલરશીપ યોજના અંતર્ગત કોમન ઇન્ટરસ્ટેસના મેરીટના આધારે ધોરણ છ થી 12 ના અભ્યાસ દરમિયાન મુખ્યમંત્રી જ્ઞાન સેતું મેરીટ સ્કોલરશીપ આપવામાં આવશે

આ યોજના હેઠળ કોણ ફોર્મ ભરી શકે છે?

જ્ઞાન સેતું સ્કોલરશીપ યોજના 2024આ યોજના હેઠળ ધોરણ માં 6 માં પ્રવેશ મેળવવા માટે નીચે મુજબ ના વિદ્યાર્થી ફોર્મ ભરી શકે છે. સરકારી શાળામાં ધોરણ 1 થી 5 નો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ 5 ના વિદ્યાર્થી ને પૂરો કરેલ હોય તે ફોર્મ ભરી શકે છે.

સ્વનિર્ભર શાળાઓમાં ધોરણ 1 થી 5 અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓને ફક્ત રક્ષા શક્તિ સ્કૂલ (25 ટકા બેઠકો )અને મોડેલ સ્કૂલમાં કોમન એન્ટ્રન્સ ટેસ્ટના મેરીટ ના આધારે ધોરણ છ માં પ્રવેશ આપવામાં આવશે.

Gyan Sadhana Scholarship 2024; આ સ્કોલરશીપ યોજના મા સ્કોલરશીપ માટે વિદ્યાર્થીઓની પરીક્ષા દ્વારા પસંદગી કરવામા આવશે. જેના માટે નીચેની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે.સરકારી કે ગ્રાન્ટેડ પ્રાથમિક શાળામા ધોરણ 1 થી 8 સળંગ અભ્યાસ કરી ધોરણ 8 ઉતિર્ણ કરેલ હોય.અથવા RTE ADMISSION યોજના હેઠળ સ્વનિર્ભર શાળામા ધોરણ 1 મા પ્રવેશ મેળવી ધોરણ 8 સુધી અભ્યાસ કરેલ હોય.

કસોટીનું માળખુઃ-

> કોમન એન્ટ્રન્સ ટેસ્ટ બહુવિકલ્પ સ્વરૂપની અને વિવિધ હેતુલક્ષી સ્વરૂપની (Multiple Choice Question- MCQ Based) रहेथे.

> કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું પ્રશ્નપત્ર ૧૨૦ ગુણનું તથા સમય ૧૫૦ મિનિટનો રહેશે.

> કોમન એન્ટ્રન્સ ટેસ્ટનું માધ્યમ ગુજરાતી/અંગ્રેજી ભાષામાં રહેશે.

> કોમન એન્ટ્રન્સ ટેસ્ટ ધોરણ-પના અભ્યાસક્રમ પર રહેશે. જેમાં ગણિત, ગુજરાતી, અંગ્રેજી, હિન્દી અને પર્યાવરણ વિષય તથા તાર્કિક તર્ક ક્ષમતા કસોટી અને સામાન્ય જ્ઞાન વિષય આધારિત પ્રશ્નો

સ્કોલરશીપ ની રકમ

આ યોજનામા વિદ્યાર્થીને નીચે મુજબ સ્કોલરશીપ મળવાપાત્ર છે.

ધોરણ 6 થી 8 મા વાર્ષિક રૂ. 20000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.

ધોરણ 9 અને 10 મા વાર્ષિક રૂ. 20000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.

ધોરણ 11 અને 12 મા વાર્ષિક રૂ. 25000 સ્કોલરશીપ મળવાપાત્ર છે.



પરીક્ષા ફી

👉આ  કોમન એન્ટ્રેસ ટેસ્ટ નિશુલ રહેશે

કોમન એન્ટ્રેસ ટેસ્ટ (CET) સિલેબસ (અભ્યાસક્રમ)

 ઓનલાઈન અરજી કરવાની રીત

સરકારી શાળા અને અનુદાનિત પ્રાથમિક શાળાઓના વિદ્યાર્થીઓએ નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે.

  • સૌપ્રથમ https://schoolattendancegujarat.inપોર્ટલ પર જવું.
  •  શાળાના ડાયસ કોડથી લોગીન કરવું.
  • ડાબી સાઇડ પર કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પર કલીક કરવું.
  • કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પર કલીક કરતા ધોરણ-પના વિદ્યાર્થીઓની લીસ્ટ જનરેટ થશે
  • ત્યારબાદ જે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવાનું હોય તેના નામ ની સામે ટીક કરવું.
  •  વિદ્યાર્થીના નામની સામે ટીક કર્યા બાદ નીચે આપેલ બાંહેધરી પર ટીક કરવું.
  •  ત્યારબાદ વિગતો ચકાસી સબમીટ અને કન્ફર્મ પર કલીક કરવું.
  • ત્યારબાદ સેવ કરી એપ્લીકેશન પ્રિન્ટ કરવી.

સ્વનિર્ભર (ખાનગી)શાળાઓના વિદ્યાર્થીઓએ વિદ્યાર્થીઓએ નીચે મુજબના સ્ટેપ્સ અનુસરવાના રહેશે

1. સૌ પ્રથમ http://www.sebexam.org વેબસાઈટ પર જવું

2. "Apply Online" પર Click .

3. Apply Now पर Click કરવાથી Application Format . Application Format સૌ પ્રથમ Aadhaar UID (C.T.S. Child I.D.) નાખ્યા બાદ સબમીટ આપવાનું રહેશે. જેથી વિગતો AUTO FILL જોવા મળશે. જે તપાસી બાકીની વિગતો વિદ્યાર્થીએ ભરવાની રહેશે.

4. વિગતો ચકાસી નીચે આપેલ બાંહેધરી પર ટીક કર્યા બાદ સબમીટ અને કન્ફર્મ પર કલીક

અગત્યની લિંક

👉જ્ઞાન શક્તિ એડમિશન નોટિફિકેશન : અહીં ક્લિક કરો

👉સત્તાવાર વેબસાઈટ:     અહીં ક્લિક કરો


👉પરીક્ષાની તૈયારી કરવા નમૂના ની પ્રશ્ન બેંક: અહીં ક્લિક કરો

👉તમામ બીઆરસી ભવન ના સરનામાની યાદી: અહીં ક્લિક કરો

અગત્યની તારીખો 

તા. 29/01/2024 થી તા.09/02/2024 દરમિયાન ઓનલાઈન ફોર્મ ભરવાના રહેશે.

Post a Comment