વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

આહારમાં શામિલ કરો ઔષધીય ગુણોથી ભરપુર આ એક વસ્તુ, આજીવન નહિ થાય શરીરમાં લોહીની કમી, કબજિયાત અને સાંધાના દુખાવા…

સદીઓથી, લોકો કુદરતી મીઠાશ તરીકે ગોળનો ઉપયોગ કરે છે. પ્રોસેસ્ડ શર્કરાથી વિપરીત, ગોળ શેરડી અથવા ખજૂરના રસમાંથી આવે છે. વિવિધ સંસ્કૃતિઓએ તેમના પરંપરાગત આહારમાં ગોળનો સમાવેશ કર્યો છે. ગોળ તેના વિશિષ્ટ સ્વાદ અને ઉચ્ચ પોષક મૂલ્ય માટે જાણીતું છે, જે તેને રસોઈ અને ઔષધીય હેતુઓ માટે લોકપ્રિય પસંદગી બનાવે છે.

ભારતમાં લગભગ દરેક ઘરમાં ગોળનું સેવન જરૂર કરવામાં આવે છે. તમે કદાચ ગોળ ખાવાના ફાયદાઓ વિશે જરૂર જાણતા હશો, જો કે મોટાભાગના લોકો શેરડીના ગોળનું વધુ સેવન કરે છે. જ્યારે મોટાભાગની મીઠાઈઓથી લઈને દરેક સ્વીટ ડીશમાં આ ગોળનો જ ઉપયોગ કરવામાં આવે છે. પણ આ ગોળ માત્ર શેરડીમાંથી જ નહિ પણ ખજુર માંથી, નાળીયેર માંથી પણ બનાવવામાં આવે છે.


આમ તમને જણાવી દઈએ કે ખજુરમાંથી બનેલ ગોળના અનેક ફાયદાઓ છે. શેરડીના રસની જેમ જ ખજુરના રસમાંથી ગોળ બનાવવામાં આવે છે. આ ગોળ પણ સ્વાદમાં ખુબ જ ટેસ્ટી અને સ્વાસ્થ્ય માટે ખુબ જ ગુણકારી માનવામાં આવે છે. તેમજ તેનું સેવન કરવાથી તમને અનેક પોષક તત્વો મળે છે.


ખજૂરના ગોળમાં રહેલ પોષક તત્વો ખજૂરના રસ માંથી બનેલ ગોળના અને સ્વાસ્થ્ય લાભો છે. તે સ્વાસ્થ્યની અનેક સમસ્યાઓ સામે ફાયદો આપે છે. ખજૂરના ગોળમાં એનર્જી, પ્રોટીન, ફેટ, મિનરલ્સ, કાર્બ્સ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયરન, સુક્રોસ, ફ્રક્ટોસ અનર ગ્લુકોઝ. રહેલ છે. તો ચાલો જાણીએ ખજૂરના ગોળથી મળતા સ્વાસ્થ્ય લાભો.


1 ) : શરીરમાં લોહીની કમી અથવા તો એનીમિયાની તકલીફ થવા પર તમે ખજુરના ગોળનું સેવન કરી શકો છો. આ ગોળમાં આયરન પ્રચુર માત્રામાં હોય છે, જયારે શરીરમાં લોહીની કમી થવા પર આયરનનું સેવન કરવાની સલાહ ચિકિત્સક આપતા હોય છે. આથી જો તમે પણ એનીમિયાની તકલીફથી લડી રહ્યા છો તો ખજૂરના ગોળનું સેવન કરો. આ ગોળમાં ગ્લાઈસેમીક ઇન્ડેક્સ પણ ઓછું હોય છે. તેનું સેવન તમે સામાન્ય રૂપે પણ કરી શકો છો.


2 ) : ખજુરનો ગોળ પાચનતંત્ર માટે પણ ખુબ સારો માનવામાં આવે છે. તેમાં રહેલ પોષક તત્વો તમારા પાચનતંત્ર માટે ખુબ જ ફાયદાકારક છે. ખજુરના ગોળનું સેવન કરવાથી તે તમારા પાચનતંત્રને મજબુત બનાવીને મળ ત્યાગની ક્રિયાને વ્યવસ્થિત કરે છે. આમ જો તમે નિયમિત રૂપે ખજૂરના ગોળનું સેવન કરો છો તો તમારું પાચનતંત્ર ઠીક રહે છે. તેમજ તે આંતરડા માટે પણ ફાયદાકારક છે. તેમાં મિશ્રિત કાર્બોહાઈડ્રેટ મળે છે જે સરળતાથી પચી જાય છે.


3 ) : તમે ખજૂરના ગોળનું સેવન શરદી અને ઉધરસને ઠીક કરવા માટે પણ કરી શકો છો. ઉધરસ અને શરદીની સમસ્યા દુર કરવા માટે ખજૂરના ગોળનું સેવન ઘરેલું ઉપચારના રૂપે કરી શકાય છે. ખજુરના ગોળનું સેવન શ્વાસ લેવાની સમસ્યાઓમાં પણ કરી શકાય છે. તમે શરદી અને ઉધરસમાં આનું સેવન કરીને કફની સમસ્યા નિવારી શકો છો. શરીરમાં કફને નિયંત્રિત કરવામાં માટે ખજુરનો ગોળ ખુબ જ ઉપયોગી છે.


4 ) : ખજૂરના ગોળમાં કેલેરી, કાર્બ્સ, જેવા પોષક તત્વો રહેલા છે, સફેદ ખાંડની સરખામણીમાં આનું પાચન જલ્દી થઈ જાય છે. તમે એનર્જી બુસ્ટ કરવામાં માટે ખજૂરના ગોળનું સેવન સીમિત માત્રામાં કરી શકો છો. સરળતાથી પચતા પોષક તત્વો તમને તરત જ એનર્જી પ્રદાન કરે છે. થાક અને એનર્જીની કમીની સ્થિતિમાં તમે ખજૂરના ગોળનું સેવન કરી શકો છો. આમ ખજૂરના ગોળનું સેવન કરીને તમે પોતાને કલાકો સુધી ઉર્જાથી ભરપુર અને ફ્રેશ રાખી શકો છો.


5 ) : કબજીયાતની સમસ્યામાં ફાયદાકારક છે. ખાનપાન અને આજની જીવનશૈલીમાં ઘણા લોકોને પેટને લગતી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જેમાં સૌથી મોટી સમસ્યા કબજિયાત છે. જ્યારે કબજિયાતની તકલીફમાં ખજુરનો ગોળ ફાયદાકારક છે. જ્યારે આયુર્વેદ પણ કબજિયાતમાં ખજુરનો ગોળ ખાવાની સલાહ આપે છે. આમાં રહેલ ફાઈબર અપચો અને કબજિયાત જેવી સમસ્યામાં ફાયદો આપે છે. દરરોજ ખજૂરના ગોળનું સેવન તમારી મળ ત્યાગની ક્રિયાને પણ સરળ બનાવે છે.


6 ) : આર્થરાઈટીસ અને સાંધાના દુખાવામાં રાહત આપે છે. આર્થરાઈટીસની સમસ્યામાં ખજુરનો ગોળ ખુબ જ ફાયદાકારક છે. ખજૂરના ગોળમાં આયરન, કેલ્શિયમ જેવા પોષક તત્વ પ્રચુર માત્રામાં રહેલ છે. હાડકાઓ માટે કેલ્શિયમ ખુબ જ જરૂરી છે. દરરોજ ખજૂરના ગોળનું સેવન કરવાથી તમારા હાડકાઓ મજબુત બને છે. તેમજ આર્થરાઈટીસ જેવી સમસ્યાઓમાં લાભ મળે છે. આથી એક્સપર્ટ પણ ખજૂરના ગોળનું સેવન કરવાની સલાહ આપે છે.


7 ) : એવું કહેવામાં આવે છે કે, ખજૂરના ગોળનું સેવન વજન ઓછો કરવા માટે પણ કરી શકો છો. ખજૂરના ગોળમાં પોટેશિયમની પર્યાપ્ત માત્રા રહેલી છે, આથી તે વજન ઓછું કરવામાં મદદ કરે છે. બ્લોટિંગ અને ડીહાઈડ્રેશન જેવી સમસ્યાઓમાં ખજૂરના ગોળનું સેવન ખુબ જ ફાયદાકારક છે. વજન ઓછુ કરવા માટે ખજૂરના ગોળનું સેવન કરતા પહેલા એક વખત એક્સપર્ટની સલાહ જરૂર લો.


જો કે ગોળનું સેવન ફાયદાકારક છે. પરંતુ ખજૂરના ગોળનું સેવન અનેક સમસ્યાઓમાં રામબાણ ઈલાજ છે. પણ ગોળનું સેવન પણ તમારે સંતુલિત માત્રામાં કરવું જોઈએ. તેમજ અન્ય બીમારીથી પીડિત વ્યક્તિએ ગોળનું સેવન કરતા પહેલા એક્સપર્ટની સલાહ જરૂર લેવી જોઈએ.


ગોળ વિશે લોકો વારંવાર પૂછતા પ્રશ્નો


શેકતી વખતે ખાંડને બદલે ગોળ વાપરી શકાય?

હા, તે કરી શકે છે! વિવિધ પકવવાની વાનગીઓમાં ગોળ શુદ્ધ ખાંડનો આરોગ્યપ્રદ વિકલ્પ બની શકે છે અને તે તમારી વાનગીઓમાં અનન્ય સ્વાદ ઉમેરી શકે છે.


શું ડાયાબિટીસવાળા લોકો માટે ગોળ સુરક્ષિત છે?

જો કે ગોળમાં શુદ્ધ ખાંડ કરતાં ઓછો ગ્લાયકેમિક ઇન્ડેક્સ હોય છે, તેમ છતાં તેમાં સુક્રોઝ હોય છે. તેથી, જેમને ડાયાબિટીસ છે તેઓએ તેનું પ્રમાણ માત્રામાં સેવન કરવું જોઈએ.


શું ગોળની કોઈ નકારાત્મક આડઅસર છે?

ગોળ સામાન્ય રીતે વપરાશ માટે સલામત છે. જો કે, વધુ પડતા સેવનથી વજન વધી શકે છે અને બ્લડ સુગરના સ્તરમાં વધારો થઈ શકે છે.


ગોળને સ્ટોર કરતી વખતે હું તેને તાજો કેવી રીતે રાખી શકું?

ગોળને સખત થતો અટકાવવા અને તેની શેલ્ફ લાઇફ વધારવા માટે, તેને હવાચુસ્ત પાત્રમાં ઠંડી અને સૂકી જગ્યાએ સંગ્રહિત કરો.


શું ગોળ ખાંસી અને શરદીના લક્ષણોમાં રાહત આપી શકે છે?

હા, ગોળ શ્વસન માર્ગ પર તેની સુખદાયક અસરોને કારણે ઉધરસ અને શરદીના લક્ષણોથી રાહત આપવા માટે જાણીતું છે.


શું ગોળ કૃત્રિમ ગળપણનો સારો વિકલ્પ છે?

ગોળ એ કુદરતી સ્વીટનર છે અને કૃત્રિમ ગળપણ કરતાં આરોગ્યપ્રદ વિકલ્પ છે, જે સ્વાસ્થ્ય પર નકારાત્મક અસરો કરી શકે છે.

Post a Comment