આંખો માટે સંકટપૂર્ણ સમયોમાં ખાસ પ્રમાણમાં વધેલી સમસ્યાઓની અનુભૂતિ કરવામાં આવી છે. આંખો માંથી પાણી નીકળવું, દેખાવાનું ઓછું થવું, આંખો માં બળતરા જેવી સમસ્યાઓ આંખોની કમજોરી હોવાના કારણે થતી હોય છે. આ પ્રમાણમાં, આંખોમાં સૂકાપણું પણ આવતું હોય છે.
આંખો ને લગતી સમસ્યા થવી તે આપણી કેટલીક ખરાબ કુટેવ હોવાના કારણે થતું જોવા મળે છે, આજે મોટાભાગે નાની ઉંમરના બાળકોને આંખોના ચશ્મા પણ આવી જતા હોય છે જે વધારે પ્રમાણમાં મોબાઈલ નો ઉપયોગ અને એકદમ નજીક બેસીને ટીવી જોવાના કારણે આંખોના નંબર વધતા જતા હોય છે.
આવા સમયે લોકો એવું કહેતા હોય છે કે બહુ વધારે વાંચે છે એટલે આંખોના નંબર આવી ગયા છે. પરંતુ એમને ખબર નથી કે વાંચવાથી નહીં પણ મોબાઈલ નો વધુ સમય સુધી જોઈ રહેવાના કારણે આંખોના નંબર આવી ગયા છે.
વધુ પડતા પ્રદુષણ અને ધૂળ માટીના કારણે પણ આંખોની આંખોની બળતરા, આંખોમાં લાલાશ પડવી, આંખો દેખાવાનું જાંખુ પડવું જેવી અનેક તકલીફ ની સામનો કરવો પડતો હોય છે. આજે અમે તમને એવા ઘરેલુ ઉપાય જણાવીશું જેની મદદથી આંખોની કમજોરી ને દૂર કરી આંખોનું તેજ વઘારવામાં મદદ કરશે.
આ ઘરેલુ ઉપાય માટે તમારે ચાર વસ્તુનો પાવડર બનાવીને ચૂરણ તૈયાર કરવાનું છે, આ ચૂરણ બનાવવા માટે બદામ અને કાળા મરીનો ઉપયોગ કરવાનો છે. બદામ વર્ષોથી આંખોનું તેજ વધારવા અને મગજની યાદશક્તિ વધારવા માટે ખાવામાં આવે છે.
કાળામરીમાં ઘણા બધા ઔષધીય ગુણો મળી આવે છે, જેનો ઉપયોગ આ ચૂરણ બનાવવા માટે કરવાથી આંખો ને લગતી દરેક સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. આ ચૂરણમાં વરિયાળીનો પણ ઉપયોગ કરવાનો છે. જે આંખોને ઠંડક આપે છે અને તેજસ્વી બનાવી રાખવામાં મદદ કરે છે. ચૂરણનો સ્વાદ વધારવા માટે તેમાં તમે સાકર મિક્સ કરી શકો છો.
આ ચૂરણ પાવડર બનાવવા માટે 250 ગ્રામ બદામ, 100 ગ્રામ વરિયાળી, 30 ગ્રામ કાળા મરી અને 30 ગ્રામ સાકરનો ટુકડો. આ આટલી વસ્તુ મિક્સ કરીને મિક્સર માં નાખીને પીસી દેવાનું છે અને એકદમ બારીક પાવડર બનાવી દેવાનો છે.
હવે તે પાવડર ઠંડો થઈ જાય ત્યારે તેને એક કાચની બોટલમાં ભરી લેવાનો છે. હવે આ ચૂરણ નું સેવન કરી શકો છો. આ ચૂરણનું સેવન હૂંફાળા દૂધ સાથે કરવાનું છે, આ ચૂરણ વાળું દૂઘ પીવાથી આંખોના નંબર ઉતારવામાં મદદ કરે છે અને આંખોની કમજોરીને દૂર કરી આંખોને તેજસ્વી બનાવી રાખે છે.
આ ચૂરણ માં મળી આવતી વસ્તુ આંખો માટે અને આંખોના સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે, આ ચૂરણ નું સેવન સવારે અથવા તો રાતે સુવાના પહેલા પણ કરી શકો છો, ઘણા લોકોને આંખોના નંબર નાની ઉંમરે જ આવી જતા હોય છે તેમના માટે આ ચૂરણ રામબાણ સાબિત થશે,
આ ઉપરાંત જેમની ઉંમર વધુ હોય અને આંખોમાં કમજોરી આવી ગઈ હોય તો તેમને પણ આ ચૂરણ લેવાથી આંખોની સમસ્યામાં ઘણી રાહત મળે છે. આ ચૂરણ આંખો ઉપરાંત મગજની યાદશક્તિ વધારવામાં પણ મદદ કરે છે.