વોટ્સએપ ગ્રુપમાં જોડાવા ➙ ક્લિક કરો

ગમે તેવા ખરાબ અને નબળા વાળમાં લગાવી આ એક વસ્તુ, થઈ જશે એકદમ ઘાટા, લાંબા અને મજબુત

અરીઠા એ એક પ્રમુખ આયુર્વેદિક સામગ્રી છે જે વાળને સારવાર કરવામાં ઉપયોગ કરવામાં આવે છે. અરીઠામાં હેલ્દી, એન્ટીઑક્સીડન્ટ અને આયરન જેવા તત્વો હોય છે જે વાળની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. 

અરીઠાનો ઉપયોગ આદિ સમયથી આયુર્વેદમાં કરવામાં આવી રહ્યો છે. અરીઠાનો મુખ્યત્વે ઉપયોગ વાળને લાંબા અને ઘાટા કરવાની સાથે સાથે ખોડાની સમસ્યાથી પણ રાહત આપે છે, વાળને હેલ્દી બનાવી ગ્રોથ પણ વધારે છે. તેમજ સફેદ વાળને કાળા કરવામાં પણ ખુબ જ મદદરૂપ બને છે. ટૂંકમાં વાળની તમામ સમસ્યા માટે અરીઠા ખુબ જ કારગર માનવામાં આવે છે. આજે પણ હેર પ્રોડક્ટ કંપનીઓ અરીઠાનો ઉપયોગ કરી રહી છે.


ખરેખર તો અરીઠામાં ભરપુર માત્રામાં આયરન મળી રહે છે, જે વાળની હેલ્થ માટે ખુબ જ જરૂરી હોય છે. આ સિવાય પણ તેમાં ઘણા એન્ટીઓક્સીડેંટ મળી આવે છે જેની મદદથી વાળની તમામ સમસ્યાનું સમાધાન લાવી શકાય છે. તો ચાલો જાણીએ કે વાળની સમસ્યા દુર કરવા માટે અરીઠાનો ઉપયોગ કેવી રીતે કરવો. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.


વાળને સાફ કરવા માટે : અરીઠાની મદદથી તમે કોઈ પણ શેમ્પુ કે સાબુ વગર હ વાળના મૂળને સાફ કરી શકો છો. તેના માટે તમારે રાત્રે ગરમ પાણીમાં એક મુઠ્ઠી અરીઠા નાખીને મૂકી દેવાના છે. પછી સવારે તેને હાથ દ્વારા મસળી નાખો. તેને તમે ઉકાળીને પણ મસળી શકો છો. બરોબર એ મિક્સ થઈ જાય તો તેમાંથી બીજ કાઢીને તમારું શેમ્પુ તૈયાર થઈ જશે. હવે તમે તેને ભીના વાળમાં અને મૂળમાં લગાવી દો અને હળવા હાથે મસાજ કરો. પછી વાળને ફરી પાણીથી ધોઈ નાખો. ધોતાની સાથે વાળ થઈ જશે એકદમ ક્લીન અને શાઈની.


અરીઠા હેર માસ્ક : તમારા વાળ નબળા થઈ ગયા હોય તો તમે અરીઠાથી હેર ટોનિકની જેમ પણ ઉપયોગ કરી શકો કછો. તેના માટે તમારે અરીઠાની સાથે સાથે અડધી માત્રામાં આમળા અને શિકાકાઈ મિક્સ કરીને ત્રણેયને ગરમ પાણીમાં આખી રાત પલાળી મૂકી દો. તમે ઈચ્છો તો પાવડરનો ઉપયોગ પણ કરી શકો છો. સવારે તેનો ઉપયોગ કરવા માટે મસળીને પેસ્ટ બનાવી લ્યો. હવે તેને હેર માસ્કની જેમ વાળમાં લગાવી દો. 1 કલાક પછી વાળને નોર્મલ પાણીથી ધોઈ લ્યો. અઠવાડિયામાં એકવાર વાળમાં લગાવવાથી ફાયદા મળે છે.


અરીઠાનું તેલ : એક કટોરી લ્યો, તેમાં એક કપ નાળિયેર તેલ નાખો. હવે તેને ગેસ પર રાખી ગરમ કરો. હવે તેમાં થોડા અરીઠા અને થોડા આમળાના ટુંકડાનાખો અને શેકાવા દો. જ્યારે તે સારી રીતે પાકી જાય અને પછી બળી ગયા હોય એવા દેખાય એટલે ગેસ બંધ કરી દો. હવે તેને ઠંડું થવા દો અને બોટલમાં ભરી લ્યો. હવે આ તેલને રાતના સમયે તમારા સ્કેલ્પ અને વાળ પર સારી રીતે લગાવી દો. ત્યાર બાદ સવારે શેમ્પુથી વાળને ધોઈ લ્યો. વાળનો ગ્રોથ ખુબ જ ઝડપથી થવા લાગશે અને વાળ એકદમ ચમકીલા અને મુલાયમ બની જશે.


અરીઠા હેર ટ્રીટમેન્ટ : એક કટોરીમાં અરીઠા, શિકાકાઈ અને આમળા પાવડર બરાબર માત્રામાં લ્યો અને તેમાં થોડું એવું પાણી નાખીને પેસ્ટ બનાવી લ્યો. હવે તેમાં સુકાયેલા જાસુદના પાંદને પીસીને નાખી દો અને દહીં મિક્સ કરો. રાતે તેને ઢાંકીને મૂકી દો અને બીજા દિવસે વાળમાં સારી રીતે લગાવી દો. ત્યાર બાદ એક કલાક પછી વાળને ધોઈ નાખો. વાળની તમામ સમસ્યાથી ચપટીમાં છુટકારો મળી જશે.

Post a Comment